11
LONG ANSWER3 marks
ઈ) નીચેના પ્રશ્નોના દસ-બાર વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો. (ગમે તે બે)
- ‘આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે.’ આ વિધાન વિગતે સમજાવો.
Answer
આ વિધાન ‘રેસનો ઘોડો’ વાર્તાના સંદર્ભમાં છે. શિક્ષણ માત્ર ડિગ્રી મેળવવા કે સ્પર્ધામાં જીતવા માટે નથી, પરંતુ વ્યક્તિના ચારિત્ર્ય નિર્માણ માટે છે. બાળક સંવેદનશીલ બને, માતા-પિતાની સેવા કરે અને સમાજમાં એક જવાબદાર નાગરિક તરીકે વર્તે તે જ સાચું શિક્ષણ છે. સૌરભ અને અંકિતના ઉદાહરણ દ્વારા લેખક સમજાવે છે કે અંકિત ભલે સૌરભ જેટલો સફળ ન થયો, પણ તે એક ઉમદા માણસ બન્યો છે.