નીચે આપેલ ગદ્યખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો: ‘આજે તો બધે ઊંચા જીવનધોરણની બૂમો પડી રહી છે. વાડીવજીફો, મોટર, બંગલો, ટી.વી. વગેરેને ઊંચું જીવન કહે છે. જૂના વખતમાં પ્રામાણિક, પવિત્ર, સદાચારી જીવન ઊંચું ગણાતું. જેની જરૂરિયાત ઓછી તે ઊંચો ગણાતો. પણ આજે તો ઊંચા જીવનની વ્યાખ્યા જ અવળી થઈ ગઈ છે. પરંતુ આ ઊંચુ જીવન કે પછી અધોગતિનું જીવન? ઊંચા જીવન વિશેના આપણા અને પશ્ચિમના ખ્યાલમાં જમીન-આસમાનનું અંતર છે. પહેલાં ગામમાં ડોસીઓ કહેતી કે – ‘હૈયું ન બાળજો, હાથ બાળજો.’ પણ આજે તો હૈયું બાળવાની વાત આવી ગઈ છે. હાથને સુંવાળા બનાવે છે, ઉપર મેંદી મૂકે છે. પહેલાં સવારે ઊઠતાવેંત પોતાના જમણા હાથનાં દર્શન કરતાઃ ‘તારા પ્રતાપે દહાડો કાઢીશ.' એવી ભાવના રહેતી. ઈશ્વરે બે હાથ આપ્યા છે એટલેસ્તો છાતી કાઢીને ચાલી શકીએ છીએ, નહિ તો ગાય, ભેંસ, બળદની જેમ વાંકા વળીને ચાલવું પડત. ભગવાને માણસને એક મોટું અને બે હાથ આપ્યા છે. પણ આજે તો મોઢાં વધતાં જાય છે અને હાથ ઘટતા જાય છે. બહુ થાય તો હાથનો ઉપયોગ ખૂંટ મારીને બીજાનું પડાવી લેવામાં થાય છે. હાથનો સાચો ઉપયોગ થતો હોય તો કોઈ દિવસ તંગી ન વરતાય.’ - રવિશંકર મહારાજ
Answer