53
SHORT ANSWER2 marks
પ્રાચીન ભારતના લોહસ્તંભ વિશે માહિતી આપો.
Answer
દિલ્હીમાં કુતુબમિનાર પાસે આવેલો લોહસ્તંભ સમ્રાટ ચંદ્રગુપ્ત બીજા દ્વારા બનાવવામાં આવ્યો છે. આ સ્તંભ સાત ટન વજન ધરાવે છે અને આટલા વર્ષો સુધી ખુલ્લામાં હોવા છતાં તેને કાટ લાગ્યો નથી, જે ભારતીય ધાતુવિદ્યાનું ઉત્તમ ઉદાહરણ છે.