← Back to practice

Social Science

Board exam · Social Science · 2021

57 questions · No login required

Answers and solutions are AI-generated — please cross-check with your study materials.

View question paper
  1. 1
    LONG ANSWER5 marks

    યોગ્ય જોડકાં જોડો.

    (A)(B)
    1) દ્વારકાધીશ મંદિર(A) દિલ્લી
    2) જડત્તર કામ(B) જૂનાગઢ
    3) જરીકામ(C) દ્વારકા
    4) લાલ કિલ્લો(D) બિકાનેર
    5) અડીકડી ની વાવ(E) સુરત
    (F) પાટણ

    Answer

    1-(C), 2-(D), 3-(E), 4-(A), 5-(B)
  2. 2
    TRUE FALSE1 mark

    કાળી જમીનમાં જ્યારે ભેજ સુકાય ત્યારે તેમાં ફાટો કે તિરાડો પડી જાય છે.

    Answer

    True
  3. 3
    TRUE FALSE1 mark

    વિજયનગરનો મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય હિન્દી અને સંસ્કૃતના લેખક હતા.

    Answer

    False
  4. 4
    TRUE FALSE1 mark

    જે ઉદ્યોગોમાં કાચા માલ તરીકે ખનીજો વપરાય છે તેને ખનીજ આધારિત ઉદ્યોગ કહે છે.

    Answer

    True
  5. 5
    TRUE FALSE1 mark

    ભારતમાં બેરોજગારીની સમસ્યા વધુ ઘેરી બનવા પાછળ મુખ્ય જવાબદાર કારણોમાં વસ્તી વધારો નથી.

    Answer

    False
  6. 6
    TRUE FALSE1 mark

    મહિલાઓને માત્ર એક જ કૉલથી મદદ મળી રહે તે માટે ૧૦૮ અભયમ્ મહિલા હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે.

    Answer

    False
  7. 7
    SHORT ANSWER1 mark

    સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી કોણ હતા?

    Answer

    પાણિનિ
  8. 8
    SHORT ANSWER1 mark

    જમીનનું ધોવાણ એટલે શું?

    Answer

    જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરિત થવું.
  9. 9
    SHORT ANSWER1 mark

    ભારતમાં રણ પ્રકારની જમીન કયાં વિસ્તારોમાં જોવા મળે છે?

    Answer

    રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબના કેટલાક વિસ્તારોમાં.
  10. 10
    SHORT ANSWER1 mark

    જાહેર વિતરણ પ્રણાલી (PDS) ભારતમાં કઈ સાલથી અમલમાં આવી હતી?

    Answer

    ૧૯૭૭
  11. 11
    MCQ1 mark

    ભાષાને ‘આર્ય ભાષા’ કે ‘ઋષિઓની ભાષા’ કે ‘વિદ્વાનોની ભાષા’ કહે છે.

    • A.લેટીન
    • B.પ્રાકૃત
    • C.સંસ્કૃતCorrect
  12. 12
    MCQ1 mark

    નાલંદામાંથી મળી આવેલ ભગવાન બુધ્ધની મૂર્તિ ......... ફૂટ ઊંચી છે.

    • A.24
    • B.18
    • C.Correct
  13. 13
    MCQ1 mark

    શાકાહારી લોકો માટે .............. એ પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે.

    • A.ઠોળCorrect
    • B.તેલીબિયાં
    • C.પીણા
  14. 14
    MCQ1 mark

    નોબેલ પારિતોષિક વિજેતા ભારતીય મૂળના અર્થશાસ્ત્રી.............. એ માનવ વિકાસ આંકની વિભાવના કરી.

    • A.રાલ્ફ નાડર
    • B.અમર્ત્ય સેનCorrect
    • C.ડૉ. અબ્દુલ કલામ
  15. 15
    MCQ1 mark

    ................ આંદોલન ભારતમાં સૌ પ્રથમ ઈ.સ. 1967 માં પશ્ચિમ બંગાળમાં શરૂ થયું.

    • A.ગ્રાહક સુરક્ષા
    • B.નક્સલવાદCorrect
    • C.ઉલ્હા
  16. 16
    MCQ1 mark

    નીચેના કોષ્ટકમાં ગુજરાતના મુખ્ય મેળાઓની વિગત આપેલ છે. જે માંથી હોળી આસપાસ (ફાગણ માસ) માં ભરાતા મેળાઓને ઓળખી બતાવો.

    ક્રમમેળાનુ નામમેળાનુ સ્થળ
    1તરણેતરનો મેળોતરણેતર (સુરેન્દ્રનગર)
    2ભડીયાદનો મેળોભડીયાદ (અમદાવાદ)
    3નકળંગનો મેળોભાવનગર
    4માધવપુરનો મેળોમાધવપુર (પોરબંદર)
    5વૌઠાનો મેળોધોળકા (અમદાવાદ)
    6મીરાદાતારનો મેળોઉનાવા (ઉંઝા)
    7ડાંગ દરબારનો મેળોઆહવા (ડાંગ)
    8ગોળ ગધેડાનો મેળોગરબાડા (દાહોદ)
    9કાર્તિકી પૂર્ણિમાનો મેળોસોમનાથ (ગીર)
    10ભાંગુરિયાનો મેળોછોટા ઉદેપુર અને ક્વાંટ
    • A.ભડીયાદનો મેળો, વૌઠાનો મેળો, માધવપુરનો મેળો.
    • B.ગોળ ગધેડાનો મેળો, કાર્તિકી પૂર્ણિમાનો મેળો, ભાંગુરિયાનો મેળો.Correct
    • C.તરણેતરનો મેળો, નકળંગનો મેળો, મીરા દાતારનો મેળો.
    • D.વૌઠાનો મેળો, માધવપુરનો મેળો, નકળંગનો મેળો.
  17. 17
    MCQ1 mark

    નીચે આપેલ શિલ્પનું ચિત્ર કઈ ગુફામાં આવેલ છે. (Image Reference: Trimurti Sculpture)

    • A.અંજતાની ગુફા
    • B.ઈલોરાની ગુફા
    • C.એલિફન્ટાની ગુફાCorrect
    • D.ઢાંકની ગુફા
  18. 18
    MCQ1 mark

    કપાસ, શેરડી, શણ, તમાકું અને રબર ક્યાં પ્રકારના પાકો છે.

    • A.તેલીબિયાંના પાક
    • B.પીણાના પાક
    • C.રોકડીયા પાકCorrect
    • D.ઔષધીય અને મસાલા પાક
  19. 19
    MCQ1 mark

    નીચે આપેલ ભારતના નકશામાં ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો (બોકારો, દુર્ગાપુર, જમશેદપુર, ભિલાઈ) દર્શાવેલ છે. તે કયા ઉદ્યોગના છે તે જણાવો?

    • A.સુતરાઉ કાપડ ઉદ્યોગ
    • B.શણના કાપડનો ઉદ્યોગ
    • C.ખાંડ ઉદ્યોગ
    • D.લોખંડ-પોલાદ ઉદ્યોગCorrect
  20. 20
    MCQ1 mark

    કેટલાંક ગણ્યા ગાંઠયા લોકો દ્વારા સંગઠિત, આયોજિત અને જાણી જોઈને કરવામાં આવતું અનૈતિક અને હિંસાત્મક કૃત્ય એટલે શું?

    • A.દાણ ચોરી
    • B.આંતવાદCorrect
    • C.કાળા બજાર
    • D.સટ્ટાખોરી
  21. 21
    SHORT ANSWER2 marks

    આપણા સાંસ્કૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે?

    Answer

    આપણા સાંસ્કૃતિક વારસામાં મંદિરો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, ચૈત્યો, મકબરા, મસ્જિદો, કિલ્લાઓ, ગુંબજો, રાજમહેલો, દરવાજાઓ, ઇમારતો, ઉત્ખનન કરેલા સ્થળો તેમજ ઐતિહાસિક સ્મારકોનો સમાવેશ થાય છે.
  22. 22
    SHORT ANSWER1 mark

    નીચે આપેલા ઐતિહાસીક સ્થળ વિશે માહિતી આપો: (A) અમદાવાદ

    Answer

    અમદાવાદમાં ભદ્રનો કિલ્લો, જામા મસ્જિદ, સીદી સૈયદની જાળી, સરખેજનો રોજો, કાંકરિયા તળાવ, હઠીસિંગના દેરાં વગેરે ઐતિહાસિક સ્થળો આવેલા છે.
  23. 23
    SHORT ANSWER1 mark

    નીચે આપેલા ઐતિહાસીક સ્થળ વિશે માહિતી આપો: (B) જૂનાગઢ

    Answer

    જૂનાગઢમાં ઉપરકોટનો કિલ્લો, અશોકનો શિલાલેખ, ખાપરા-કોડિયાની બૌદ્ધ ગુફાઓ, અડી-કડીની વાવ, નવઘણ કૂવો અને મહોબતખાનનો મકબરો જોવાલાયક સ્થળો છે.
  24. 24
    SHORT ANSWER2 marks

    વલભી વિદ્યાપીઠ વિશે માહિતી આપો.

    Answer

    વલભી વિદ્યાપીઠ સાતમી સદીમાં ગુજરાતનું પ્રસિદ્ધ શિક્ષણધામ હતું. તે મૈત્રક વંશના શાસકોના આશ્રયે વિકસી હતી. અહીં દેશ-વિદેશથી વિદ્યાર્થીઓ ભણવા આવતા હતા.
  25. 25
    SHORT ANSWER2 marks

    વેદો કેટલા છે? કયાં કયાં?

    Answer

    વેદો ચાર છે: ૧) ઋગ્વેદ, ૨) સામવેદ, ૩) યજુર્વેદ, ૪) અથર્વવેદ.
  26. 26
    SHORT ANSWER2 marks

    જમીનના પ્રકારો કેટલા છે? કયાં કયાં?

    Answer

    ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR) દ્વારા જમીનને ૮ પ્રકારમાં વહેંચવામાં આવી છે: ૧) કાંપની જમીન ૨) રાતી જમીન ૩) કાળી જમીન ૪) લેટેરાઈટ જમીન ૫) રણ પ્રકારની જમીન ૬) પર્વતીય જમીન ૭) જંગલ પ્રકારની જમીન ૮) દલદલ કે પીટ પ્રકારની જમીન.
  27. 27
    SHORT ANSWER2 marks

    ભારતમાંથી લુપ્ત થઈ રહેલ વન્યજીવો વિશે માહિતી આપો.

    Answer

    ભારતના જંગલોમાંથી ચિત્તો નષ્ટ થઈ ચૂક્યો છે. ગીધ, ગુલાબી ગરદનવાળી બતક, સારસ, ઘુવડ અને ટિલી વગેરે પક્ષીઓ લુપ્ત થવાની તૈયારીમાં છે. નદીઓના મીઠા પાણીની ડોલ્ફિન અને ઘડિયાળ મગર પણ જોખમમાં છે.
  28. 28
    SHORT ANSWER1 mark

    મુખ્ય જળસ્ત્રોતમાં ભૂમિગત જળનું સ્થાન પણ અગત્યનું છે. સૃષ્ટિય જળના અવશોષણથી ભૂમિગત જળ પ્રાપ્ત થાય છે. ભૂમિગત જળનો જથ્થો અમર્યાદિત છે. ભારતમાં ઉત્તર મેદાની વિસ્તારમાં 42% ભૂમિગત જળ મળે છે. દક્ષિણ ભારતમાં ઉચ્ચપ્રદેશ અને પર્વતીય વિસ્તારોને કારણે ભૂમિગત જળનું પ્રમાણ ઓછું જોવા મળે છે. ભૂમિગત જળનો સૌથી વધું ઉપયોગ સિંચાઈ માટે થાય છે.

    પ્રશ્ન: કેરલ અને તમિલનાડુના ખેડૂતો નહેર દ્વારા સિંચાઈ શા માટે કરે છે?

    Answer

    કારણ કે દક્ષિણ ભારતમાં પર્વતીય અને ઉચ્ચપ્રદેશીય ભૂપૃષ્ઠને કારણે ભૂમિગત જળ મેળવવું મુશ્કેલ છે, તેથી જળસંગ્રહ માટે નહેરો અને તળાવોનો વધુ ઉપયોગ થાય છે.
  29. 29
    SHORT ANSWER1 mark

    મુખ્ય જળસ્ત્રોતમાં ભૂમિગત જળનું સ્થાન પણ અગત્યનું છે. સૃષ્ટિય જળના અવશોષણથી ભૂમિગત જળ પ્રાપ્ત થાય છે. ભૂમિગત જળનો જથ્થો અમર્યાદિત છે. ભારતમાં ઉત્તર મેદાની વિસ્તારમાં 42% ભૂમિગત જળ મળે છે. દક્ષિણ ભારતમાં ઉચ્ચપ્રદેશ અને પર્વતીય વિસ્તારોને કારણે ભૂમિગત જળનું પ્રમાણ ઓછું જોવા મળે છે. ભૂમિગત જળનો સૌથી વધું ઉપયોગ સિંચાઈ માટે થાય છે.

    પ્રશ્ન: ઉત્તર ભારતના ખેડૂતો સિંચાઈ માટે ભૂમિગત જળનો શા માટે વધુ ઉપયોગ કરે છે?

    Answer

    કારણ કે ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં જમીન પોચી છે અને ત્યાં 42% જેટલો વિપુલ ભૂમિગત જળનો જથ્થો ઉપલબ્ધ છે.
  30. 30
    SHORT ANSWER2 marks

    કૃષિ આધારિત ઉદ્યોગો અને ખનીજ આધારિત ઉદ્યોગોના નામ આપો.

    Answer

    કૃષિ આધારિત: સુતરાઉ કાપડ, શણ, રેશમી કાપડ, ખાંડ, કાગળ. ખનીજ આધારિત: લોખંડ-પોલાદ, એલ્યુમિનિયમ, તાંબુ, રાસાયણિક ખાતર, સિમેન્ટ.
  31. 31
    SHORT ANSWER2 marks

    સિમેન્ટ ઉદ્યોગ વિશે ટૂંકમાં માહિતી આપો.

    Answer

    સિમેન્ટ ઉદ્યોગમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે છે. તેના કાચા માલમાં ચૂનાનો પથ્થર, કોલસો, જિપ્સમ, બોક્સાઈટ વગેરે વપરાય છે. ગુજરાતમાં પણ આ ઉદ્યોગનો સારો વિકાસ થયો છે.
  32. 32
    SHORT ANSWER2 marks

    વહીવટી દષ્ટિએ જંગલોના પ્રકાર જણાવો?

    Answer

    વહીવટી દષ્ટિએ જંગલોના ૩ પ્રકાર છે: ૧) અનામત (Reserved) જંગલો ૨) સંરક્ષિત (Protected) જંગલો ૩) અવર્ગીકૃત (Unclassified) જંગલો.
  33. 33
    SHORT ANSWER2 marks

    ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના લક્ષણો જણાવો.

    Answer

    જેમને બે ટંક પૂરતું ભોજન ન મળતું હોય, રહેવા માટે મોકળાશવાળી જગ્યા ન હોય, નિરક્ષર હોય, અને પાયાની સુવિધાઓ જેવી કે શિક્ષણ-આરોગ્યથી વંચિત હોય તે ગરીબી રેખા હેઠળના લોકો છે.
  34. 34
    SHORT ANSWER2 marks

    MPO, FPO, ECO અને ISI માર્કાઓ વિશે જણાવો.

    Answer

    ISI: ઔદ્યોગિક ઉત્પાદનો માટે. FPO: જામ, ફળના રસ જેવી પેક કરેલી વસ્તુઓ માટે. ECO: પર્યાવરણને નુકસાન ન કરતી વસ્તુઓ માટે. MPO: માંસ અને તેમાંથી બનેલી બનાવટો માટે.
  35. 35
    SHORT ANSWER3 marks

    ગુજરાતના ગરબા, ગરબી અને રાસ વિશે માહિતી આપો.

    Answer

    ગરબો 'ગર્ભદીપ' પરથી ઉતરી આવ્યો છે, જે નવરાત્રિમાં શક્તિની આરાધના માટે થાય છે. ગરબી મુખ્યત્વે કૃષ્ણ ભક્તિ અને પુરુષો સાથે જોડાયેલ છે. રાસ એ ગોળાકાર ફરીને ગવાતું નૃત્ય છે.
  36. 36
    SHORT ANSWER1 mark

    સહ્યાદ્રિ પર્વતમાળાને કોરીને ઘોડાની નાળ આકારે અહીં કુલ 29 ગુફાઓ આવેલી છે. અહીંની ગુફાઓને બે ભાગમાં વહેંચી શકાય (1) ચિત્રકલા આધારિત ગુફાઓ અને (2) શિલ્પકલા આધારિત ગુફાઓ. ભીંતચિત્રો આધારિત ગુફાઓ પૈકી 1, 2, 10, 16 અને 17 નંબરની ગુફાઓના ભીંતચિત્રો અજોડ અને ઉચ્ચકક્ષાનાં છે. આ ચિત્રોનો મુખ્ય વિષય બોદ્ધ ધર્મ છે. આ ગુફાઓના બે પ્રકાર પાડી શકાય- ચૈત્ય અને વિહાર 9, 10, 19, 26 અને 29 નંબરની ગુફાઓ ચૈત્ય છે. જ્યારે બાકીની ગુફાઓ વિહારો છે. આ ગુફાઓ એક સમયે વિસરાઈ ગઈ હતી. આ ગુફાઓ પ્રારંભિક બોદ્ધ વાસ્તુકલા, ગુફા ચિત્રો અને શિલ્પકલાનાં ઉત્કૃષ્ટ ઉદાહરણોમાં સ્થાન પામે છે. તેની અનોખી કલા સમૃધ્ધિના કારણે માત્ર ભારતમાં જ નહિ પણ વિશ્વભરમાં પ્રસિધ્ધ છે. ચિત્રકલા, શિલ્પકલા અને સ્થાપત્ય કલાના અપૂર્વ સુમેળરૂપ આ ગુફાઓમાં થયેલ કલા સર્જન ભારતીય કલાને વિશ્વમાં ગૌરવ અપાવ્યું છે.

    પ્રશ્ન: અહિં ભારતના સાંસ્કૃતિક વારસાના કર્યાં સ્થળ વિશે માહિતી આપવામાં આવી છે?

    Answer

    અજંતાની ગુફાઓ
  37. 37
    SHORT ANSWER1 mark

    સહ્યાદ્રિ પર્વતમાળાને કોરીને ઘોડાની નાળ આકારે અહીં કુલ 29 ગુફાઓ આવેલી છે. અહીંની ગુફાઓને બે ભાગમાં વહેંચી શકાય (1) ચિત્રકલા આધારિત ગુફાઓ અને (2) શિલ્પકલા આધારિત ગુફાઓ. ભીંતચિત્રો આધારિત ગુફાઓ પૈકી 1, 2, 10, 16 અને 17 નંબરની ગુફાઓના ભીંતચિત્રો અજોડ અને ઉચ્ચકક્ષાનાં છે. આ ચિત્રોનો મુખ્ય વિષય બોદ્ધ ધર્મ છે. આ ગુફાઓના બે પ્રકાર પાડી શકાય- ચૈત્ય અને વિહાર 9, 10, 19, 26 અને 29 નંબરની ગુફાઓ ચૈત્ય છે. જ્યારે બાકીની ગુફાઓ વિહારો છે. આ ગુફાઓ એક સમયે વિસરાઈ ગઈ હતી. આ ગુફાઓ પ્રારંભિક બોદ્ધ વાસ્તુકલા, ગુફા ચિત્રો અને શિલ્પકલાનાં ઉત્કૃષ્ટ ઉદાહરણોમાં સ્થાન પામે છે. તેની અનોખી કલા સમૃધ્ધિના કારણે માત્ર ભારતમાં જ નહિ પણ વિશ્વભરમાં પ્રસિધ્ધ છે. ચિત્રકલા, શિલ્પકલા અને સ્થાપત્ય કલાના અપૂર્વ સુમેળરૂપ આ ગુફાઓમાં થયેલ કલા સર્જન ભારતીય કલાને વિશ્વમાં ગૌરવ અપાવ્યું છે.

    પ્રશ્ન: આ ગુફાઓમાં વિહારોની સંખ્યા કેટલી છે?

    Answer

    24 (કુલ 29 ગુફાઓમાંથી 5 ચૈત્યો બાદ કરતાં)
  38. 38
    SHORT ANSWER1 mark

    સહ્યાદ્રિ પર્વતમાળાને કોરીને ઘોડાની નાળ આકારે અહીં કુલ 29 ગુફાઓ આવેલી છે. અહીંની ગુફાઓને બે ભાગમાં વહેંચી શકાય (1) ચિત્રકલા આધારિત ગુફાઓ અને (2) શિલ્પકલા આધારિત ગુફાઓ. ભીંતચિત્રો આધારિત ગુફાઓ પૈકી 1, 2, 10, 16 અને 17 નંબરની ગુફાઓના ભીંતચિત્રો અજોડ અને ઉચ્ચકક્ષાનાં છે. આ ચિત્રોનો મુખ્ય વિષય બોદ્ધ ધર્મ છે. આ ગુફાઓના બે પ્રકાર પાડી શકાય- ચૈત્ય અને વિહાર 9, 10, 19, 26 અને 29 નંબરની ગુફાઓ ચૈત્ય છે. જ્યારે બાકીની ગુફાઓ વિહારો છે. આ ગુફાઓ એક સમયે વિસરાઈ ગઈ હતી. આ ગુફાઓ પ્રારંભિક બોદ્ધ વાસ્તુકલા, ગુફા ચિત્રો અને શિલ્પકલાનાં ઉત્કૃષ્ટ ઉદાહરણોમાં સ્થાન પામે છે. તેની અનોખી કલા સમૃધ્ધિના કારણે માત્ર ભારતમાં જ નહિ પણ વિશ્વભરમાં પ્રસિધ્ધ છે. ચિત્રકલા, શિલ્પકલા અને સ્થાપત્ય કલાના અપૂર્વ સુમેળરૂપ આ ગુફાઓમાં થયેલ કલા સર્જન ભારતીય કલાને વિશ્વમાં ગૌરવ અપાવ્યું છે.

    પ્રશ્ન: આ સ્થાપત્યને વિશ્વ વારસાના સ્થળોની યાદીમાં શા માટે સમાવેશ કરવામાં આવેલ છે?

    Answer

    તેની અજોડ ભીંતચિત્રકલા, શિલ્પકલા અને વાસ્તુકલાના ઉત્કૃષ્ટ સમન્વયના કારણે તેને વિશ્વ વારસામાં સ્થાન મળ્યું છે.
  39. 39
    SHORT ANSWER3 marks

    તાજમહેલ – ટૂંકનોંધ લખો.

    Answer

    તાજમહેલ આગ્રામાં યમુના નદીના કિનારે આવેલો છે. તે શાહજહાંએ પોતાની પત્ની મુમતાઝ મહલની યાદમાં સફેદ સંગેમરમરથી બંધાવ્યો હતો. તે વિશ્વની સાત અજાયબીઓમાંની એક છે.
  40. 40
    SHORT ANSWER3 marks

    બહુહેતુક યોજના એટલે શું? તેનું મહત્ત્વ જણાવો.

    Answer

    નદીઓ પર બંધ બાંધીને તેના પાણીનો અનેક હેતુઓ માટે (સિંચાઈ, જળવિદ્યુત, પૂર નિયંત્રણ, મત્સ્ય પાલન) ઉપયોગ કરવાની યોજનાને બહુહેતુક યોજના કહે છે.
  41. 41
    SHORT ANSWER3 marks

    બેરોજગારીના મુખ્ય પ્રકારો જણાવી કોઈ પણ ત્રણ વિશે ટૂંકમાં માહિતી આપો.

    Answer

    પ્રકારો: મોસમી, ઘર્ષણજન્ય, માળખાગત, પ્રચ્છન્ન (છૂપી), શિક્ષિત બેરોજગારી. ૧) મોસમી: ખેતીમાં કામ ન હોય તે સમયની બેરોજગારી. ૨) પ્રચ્છન્ન: જરૂર કરતાં વધુ શ્રમિકો રોકાયેલા હોય. ૩) શિક્ષિત: લાયકાત મુજબ કામ ન મળે.
  42. 42
    SHORT ANSWER3 marks

    ગરીબી ઉદ્ભવવાના કારણો જણાવો.

    Answer

    કારણો: ખેતીમાં અપૂરતો વિકાસ, વસ્તી વધારો, નિરક્ષરતા, બેરોજગારી, ભાવોમાં સતત વધારો, કૌટુંબિક દેવું અને સામાજિક રિવાજો પાછળ થતો બિનજરૂરી ખર્ચ.
  43. 43
    SHORT ANSWER3 marks

    ગુજરાત સરકારે મહિલા સમાનતા માટે કઈ કઈ યોજનાઓ અમલમાં મુકેલ છે? તે જણાવો.

    Answer

    કન્યા કેળવણી રથયાત્રા, સરસ્વતી સાધના યોજના (સાયકલ વિતરણ), મિશન મંગલમ, વિદ્યાલક્ષ્મી બોન્ડ અને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય.
  44. 44
    SHORT ANSWER3 marks

    ભારતમાં સ્વાસ્થ્ય સુધારણા માટે થયેલી કામગીરી વર્ણવો.

    Answer

    બાળ રસીકરણ કાર્યક્રમ (પોલિયો, બી.સી.જી.), માતૃ મૃત્યુદર ઘટાડવાના પ્રયાસો, હોસ્પિટલો અને આયુષ્માન ભારત જેવી યોજનાઓ દ્વારા વિનામૂલ્યે સારવાર.
  45. 45
    SHORT ANSWER1 mark

    નીચેના વન્યજીવનો પરિચય આપો: ૧) લાલ પાંડા.

    Answer

    તે હિમાલયના શીત જંગલોમાં જોવા મળે છે. તે વાંસની કુંપણો અને ફળો ખાય છે.
  46. 46
    SHORT ANSWER1 mark

    નીચેના વન્યજીવનો પરિચય આપો: ૨) જળચર ગંગેય ડોલ્ફિન.

    Answer

    તે ભારતની ગંગા અને બ્રહ્મપુત્રા નદીના મીઠા પાણીમાં જોવા મળે છે. તે શ્વાસ લેવા સપાટી પર આવે ત્યારે અવાજ કરે છે, તેથી તેને 'સૂંસ' પણ કહે છે.
  47. 47
    SHORT ANSWER1 mark

    નીચેના વન્યજીવનો પરિચય આપો: ૩) એક શિંગી ભારતીય ગેંડો.

    Answer

    તે અસમના દલદલીય વિસ્તારોમાં જોવા મળે છે. નાક પર એક શિંગડું હોવું તેની વિશેષતા છે.
  48. 48
    LONG ANSWER4 marks

    વાસ્તુશાસ્ત્ર-સવિસ્તાર જવાબ આપો.

    Answer

    વાસ્તુશાસ્ત્ર એ ભારતીય સંસ્કૃતિનું અણમોલ પ્રદાન છે. તેમાં બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ અને વિશ્વકર્મા જેવા વિદ્વાનોનું પ્રદાન છે. તેમાં રહેઠાણ, દેવમંદિર, કિલ્લાઓ અને નગરની રચના કેવી રીતે કરવી તેના સિદ્ધાંતો આપેલા છે.
  49. 49
    LONG ANSWER4 marks

    વૈદિકવિદ્યા અને શૈલ્ય ચિકિત્સામાં પ્રાચીન ભારતનું મહત્ત્વ જણાવો.

    Answer

    મહર્ષિ ચરકે 'ચરકસંહિતા' અને મહર્ષિ સુશ્રુતે 'સુશ્રુતસંહિતા' લખી હતી. પ્રાચીન ભારતમાં શસ્ત્રક્રિયા (Surgery) માં નિપુણતા હતી, જેમાં મીણના પૂતળા દ્વારા તાલીમ અપાતી હતી.
  50. 50
    LONG ANSWER4 marks

    ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાનગત સુધારા જણાવો.

    Answer

    જમીનદારી પ્રથા નાબૂદ કરવી, 'ખેડે તેની જમીન'નો કાયદો, જમીન ટોચ મર્યાદાનો કાયદો અને સહકારી મંડળીઓ દ્વારા ખેડૂતોને ધિરાણ આપવા જેવા સુધારાનો સમાવેશ થાય છે.
  51. 51
    LONG ANSWER4 marks

    ઘઉંના પાકને અનુકૂળ સંજોગો વર્ણવી ઉત્પાદન કરતા રાજયો જણાવો.

    Answer

    ઘઉં માટે ફળદ્રુપ કાળી કે ગોરાડુ જમીન, 75 સેમી વરસાદ અને ઠંડુ તાપમાન જરૂરી છે. મુખ્ય રાજ્યો: પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ.
  52. 52
    LONG ANSWER4 marks

    ભાવ વૃધ્ધિના કારણો વિશે વિસ્તાર પૂર્વક માહિતી આપો.

    Answer

    નાણાંના પુરવઠામાં વધારો, વસ્તી વધારો, નિકાસમાં વધારો, કાચા માલની ઊંચી કિંમત, સંગ્રહખોરી અને કાળાબજાર જેવા પરિબળો ભાવવધારા માટે જવાબદાર છે.
  53. 53
    LONG ANSWER4 marks

    તફાવત આપો: આંતકવાદ અને બળવાખોરી

    Answer

    આંતકવાદ વૈશ્વિક સમસ્યા છે, જ્યારે બળવાખોરી પ્રાદેશિક સમસ્યા છે. આંતકવાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાયેલો છે, જ્યારે બળવાખોરી તે જ દેશની સરકાર વિરુદ્ધ હોય છે.
  54. 54
    SHORT ANSWER1 mark

    કાંપની જમીન કયાં રાજ્યમાં આવેલી છે?

    Answer

    ઉત્તર પ્રદેશ (અથવા પંજાબ, બિહાર)
  55. 55
    SHORT ANSWER1 mark

    ગીર રાષ્ટ્રીય ઉધાન કયાં રાજ્યમાં આવેલું છે?

    Answer

    ગુજરાત
  56. 56
    SHORT ANSWER1 mark

    ચા ઉત્પાદન કરતું મુખ્ય રાજ્ય જણાવો?

    Answer

    અસમ
  57. 57
    SHORT ANSWER1 mark

    સુતરાઉ કાપડ ઉદ્યોગના મુખ્ય કેન્દ્રનું નામ લખો.

    Answer

    મુંબઈ (અથવા અમદાવાદ)
Social Science (2021) — Practice — Pratikriya