વિભાગ –B
નીચે આપેલા ગદ્યખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો.
7) પ્રત્યેક નાના મોટા વિદ્યાર્થીએ લાયબ્રેરીનું વ્યસન પાડવા જેવું છે. વિદ્યાર્થી તરીકે દિવ્યાસંગ કેળવવો હિતાવહ છે. લાયબ્રેરીની નિયમિત મુલાકાત લઈને એકાદ-બે કલાક ત્યાંના શાંત, પવિત્ર અને પ્રેરણા સભર વાતાવરણમાં ગાળવાથી તમને જે અભ્યાસ પ્રેરણા જાગે છે, તે અપાર છે. પુસ્તકો, સામયિકો, સંદર્ભગ્રંથો વગેરે જિજ્ઞાશા ખાતર વાંચો, તેનો લાભ જરૂર મળવાનો છે. અરે, કેવળ કુતૂહલવશ થઈને પણ લાયબ્રેરીમાં આ મેગેઝિનોનાં પાનાં ઉથલાવશો તો ય તમને નવા વિચારો, નવી દષ્ટિ, વિશેષ માહિતી લાઘશે, જે તમારા જ્ઞાન અને સમજમાં વધારો કરશે અને જો તમે કોઈ વિશિષ્ટ બાબતની માહિતી મેળવવા કે નિશ્ચિત મુદ્દાઓ પર અભ્યાસ કરવા ઈચ્છતા હો તો, તમારું લાયબ્રેરી–વ્યસન ચુસ્ત અને અતૂટ હોવું ઘટે.