← Back to practice

Gujarati New Course

GSEB Gujarati SSC · Gujarati · 2018

68 questions · No login required

Answers and solutions are AI-generated — please cross-check with your study materials.

View question paper
  1. 1
    MCQ1 mark

    વિનુકાકા ભણાવતા તેમાં અંકિત ધ્યાન આપતો ન હતો, શા માટે ? પાઠના આધારે સાચો વિકલ્પ શોધો.

    • A.વિનુકાકા શિક્ષા કરતા માટે.
    • B.વિનુકાકા વારે વારે અંકિતને ઊતારી પાડતા માટે.
    • C.અંકિતને વિનુકાકાનો ડર લાગતો હતો માટે.Correct
    • D.વિનુકાકા જે ભણાવતાં તેમાં અંકિતને રસ નહોતો માટે.
  2. 2
    MCQ1 mark

    નરેનના આંગણામાં ખીલેલા ગુલમહોરની ઉંમર કેટલી છે ?

    • A.પાંચ વરસની
    • B.નરેન અને સલોનીની બંનેની ઉંમરના સરવાળાથી પણ વધારે
    • C.પંદર વર્ષની
    • D.નરેનની ઉંમર જેટલી જCorrect
  3. 3
    MCQ1 mark

    તાડકા નામની રાક્ષસીનો ઉલ્લેખ કયા પાઠમાં કરવામાં આવ્યો છે ?

    • A.જન્મોત્સવ
    • B.ગતિભંગ
    • C.વિરલ વિભૂતિ
    • D.વાઈરલ ઈન્ફેક્શનCorrect
  4. 4
    MCQ1 mark

    ‘ગૃહ પ્રવેશ’ વાર્તા સંગ્રહમાંથી કઈ વાર્તાનો સમાવેશ આપણા પાઠ્ય પુસ્તકમાં સમાવિષ્ટ થયો છે ?

    • A.ગતિભંગ
    • B.ભૂખથી ભૂંડી ભીખ
    • C.જન્મોત્સવCorrect
    • D.ખરી પડેલો ટહુકો, અણસાર
  5. 5
    MCQ1 mark

    મોહનલાલ પટેલના લઘુકથા સંગ્રહો કયા-કયા છે ? ‘ગતિભંગ’ કૃતિના આધારે જણાવો.

    • A.પ્રત્યાલંબન, ઝાકળમાં સૂરજ ઊગેCorrect
    • B.ઝાકળમાં સૂરજ ઊગે, પોલિટેકનિક
    • C.પ્રત્યાલંબન, રખડુનો કાગળ
    • D.ખરી પડેલો ટહુકો, અણસાર
  6. 6
    MCQ1 mark

    ‘વિરલ વિભૂતિ’ કૃતિમાં શ્રીમદ્ રાજચંદ્રનો જન્મ તા ....... ના રોજ થયો હતો.

    • A.11-09-1867
    • B.08-09-1867
    • C.09-11-1867Correct
    • D.15-09-1967
  7. 7
    MCQ1 mark

    લેખક (જવાહરલાલ)ને કાશ્મીર જવાની ઘણીય ઈચ્છા હતી છતાં તેઓ જઈ શક્યા નહિ કારણ કે......

    • A.તેઓ સતત બીમાર રહેતા હતા.
    • B.તેમને જેલવાસ થયો હતો.Correct
    • C.તેમને આર્થિક મુશ્કેલી હતી.
    • D.તેઓ રાજકારણ સંબંધી કામોમાં ગૂંચવાઈ ગયા હતા.
  8. 8
    MCQ1 mark

    ડાંગવનો અને ……… કૃતિમાં લેખકે કયા કવિની પંક્તિઓનો વારંવાર ઉપયોગ કર્યો છે ?

    • A.રાજેન્દ્ર શુક્લCorrect
    • B.મકરંદ દવે
    • C.હરીન્દ્ર દવે
    • D.વિનોદ જોષી
  9. 9
    MCQ1 mark

    ‘છત્રી’ ખરીદવી જ ન પડે તે માટે દુકાનદારે કઈ સલાહ આપી ?

    • A.ચાતુર્માસમાં ઘરે જ રહેવું
    • B.એક ટાણાં કરવાં
    • C.પ્રભુ ભજન કરવું
    • D.A, B, C ત્રણેય સાચાંCorrect
  10. 10
    MCQ1 mark

    ‘ચોપડાની ઈન્દ્રજાળ’ કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો.

    • A.નવલકથા ખંડ
    • B.નવલિકા
    • C.આત્મકથા ખંડCorrect
    • D.નવલકથા
  11. 11
    MCQ1 mark

    કેમ ભાઈ, પટેલ, તું આ પેટિયું નથી લેતો ? – આ વિધાન કોણ કોને ઉદ્દેશીને કહે છે ?

    • A.શેઠ કાળુને કહે છે.Correct
    • B.સિપાહી કાળુને કહે છે.
    • C.રાજુ કાળુને કહે છે.
    • D.કાળુ રાજુને કહે છે.
  12. 12
    MCQ1 mark

    આંબા પટેલની ઘોડી શેત્રુંજી નદીમાં ખાબકી ત્યારે ગામના લોકો એ આંબા પટેલને કેવા કહ્યા ?

    • A.મૂરખ
    • B.છાતીસલો
    • C.છોકરમત કરનારો
    • D.આંધણું પગલું ભરનારોCorrect
  13. 13
    MCQ1 mark

    ‘રેસનો ઘોડો' કૃતિમાં નીનાબહેન અને સંજયને શાથી હાશ થઈ ? યોગ્ય કારણ શોધો.

    • A.અંકિત નાપાસ થવાથી.
    • B.અંકિત- સૌરભનો વર્ગ જુદો થવાથી.Correct
    • C.સૌરભ નાપાસ થવાથી.
    • D.શાળા બદલવાથી.
  14. 14
    MCQ1 mark

    સ્ટેશનેથી રાતના સાડા અગિયાર વાગે કઈ ગાડી પસાર થઈ ચૂકી હતી ? ‘જન્મોત્સવ’ કૃતિના આધારે જણાવો.

    • A.ગુજરાત મેલCorrect
    • B.ગુજરાત એક્ષપ્રેસ
    • C.જનતા એક્ષપ્રેસ
    • D.અમદાવાદ – મુંબઈ – લોકલ
  15. 15
    MCQ1 mark

    નીચેની કૃતિઓમાંથી કઈ કૃતિનો સાહિત્ય પ્રકાર ‘ચરિત્ર નિબંધ’ છે ?

    • A.છત્રી
    • B.ચોપડાની ઈન્દ્રજાળ
    • C.જન્મોત્સવ
    • D.વિરલ-વિભૂતિCorrect
  16. 16
    MCQ1 mark

    ‘સકળ તીરથ તેના તનમાં રે'... વૈષ્ણવજન કાવ્યના આધારે પંક્તિનો અર્થ જણાવો.

    • A.વૈષ્ણવજન પોતે જ તીર્થ રૂપ છે.Correct
    • B.વૈષ્ણવજન ચાર ધામની યાત્રા કરે છે.
    • C.વૈષ્ણવજન પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે.
    • D.વૈષ્ણવજને બધા જ તીર્થ ધામોની માહિતી મેળવેલ છે.
  17. 17
    MCQ1 mark

    માધવને દીઠો છે ક્યાંય ? કાવ્યમાં રાધાની આંખમાં ઉદાસી હોવાનું કારણ .....

    • A.કદંબની ડાળ
    • B.યમુનાનું વ્હેણ
    • C.કૃષ્ણ મિલન
    • D.કૃષ્ણ માટેનો વિરહCorrect
  18. 18
    MCQ1 mark

    ‘દીકરી’ કાવ્ય કવિ અશોક ચાવડાના કયા સંદર્ભમાંથી લેવામાં આવ્યું છે ?

    • A.પગલાં તળાવમાંથી
    • B.પગરવમાંથી
    • C.પગરવ તળાવમાંથીCorrect
    • D.પગરવ પંખીમાંથી
  19. 19
    MCQ1 mark

    ‘વસુધૈવ કુટુંબકમ્’ ની ભાવના વ્યક્ત કરતું કાવ્ય એટલે ......

    • A.એક બપોરે
    • B.વૈષ્ણવજન
    • C.હું એવો ગુજરાતીCorrect
    • D.શિકારીને
  20. 20
    MCQ1 mark

    નીચેનામાંથી કઈ જોડ ઉચિત નથી ?

    • A.બોલીએ ના કાંઈ – રાજેન્દ્ર શાહ
    • B.દિવસો જુદાઈના જાય છે – ગની દહીંવાલા
    • C.એક બપોરે – કલાપીCorrect
    • D.વતનથી વિદાય થતાં – જયંત પાઠક
  21. 21
    MCQ1 mark

    ગંગાસતીનું પુરું નામ જણાવો.

    • A.ગંગાબાકરશનભાઈ ગોહિલ
    • B.ગંગાબા કંચનભાઈ ગોહિલ
    • C.ગંગાબાકરમસંગ ગોહિલ
    • D.ગંગાબા કહળસંગ ગોહિલCorrect
  22. 22
    MCQ1 mark

    ‘‘હું એવો ગુજરાતી'' કાવ્યમાં કવિએ કઈ નદીનો ઉલ્લેખ કર્યો છે ?

    • A.તાપી
    • B.નર્મદાCorrect
    • C.શેત્રુંજી
    • D.સરસ્વતી
  23. 23
    MCQ1 mark

    ‘વતનથી વિદાય થતાં' કાવ્યમાં કવિ શ્રી જયંત પાઠકે કયા અલંકારો પ્રયોજ્યા છે ?

    • A.ઉપમા, રૂપક, દષ્ટાંત
    • B.અનન્વય, ઉત્પ્રેક્ષા
    • C.વ્યતિરેક, સજીવારોપણCorrect
    • D.શ્લેષ, વ્યાજસ્તુતિ
  24. 24
    MCQ1 mark

    નીચેના વિકલ્પોમાંથી કૃતિની સામે સાહિત્ય પ્રકાર આપેલો છે તો સાચો વિકલ્પ શોધો.

    • A.વૈષ્ણવજન – લોકગીત
    • B.શિકારીને – ગીત
    • C.એક બપોરે – ગઝલ
    • D.માધવ દીઠો છે ક્યાંય ? – ઊર્મિગીતCorrect
  25. 25
    MCQ1 mark

    ‘બોલીએ ના કાંઈ’ કાવ્ય દ્વારા ‘હૃદય ખોલવું’ એટલે કવિ શું કહેવા માગે છે ?

    • A.બીજાની વાત સાંભળવી
    • B.પોતાણી વાત બીજાને કહેવીCorrect
    • C.કાંઈ બોલવું નહીં
    • D.બીજાનું કહ્યું કરવું
  26. 26
    MCQ1 mark

    ગરીબ સ્ત્રીની ચૂંદડી ક્યાં સુધી સાથે રહે છે ? ગની દહીંવાલાની ગઝલના આધારે લખો.

    • A.એક વર્ષ સુધી
    • B.પાંચ વર્ષ સુધી
    • C.સવારથી સાંજ સુધી
    • D.તેના કફન સુધીCorrect
  27. 27
    MCQ1 mark

    રાવજી પટેલની કઈ કૃતિ આપણા અભ્યાસક્રમમાં સમાવિષ્ટ પામી છે ?

    • A.મારી આંખે કંકુના સૂરજ આથમ્યા
    • B.એક બપોરેCorrect
    • C.ચાંદલિયો
    • D.વતનથી વિદાય થતાં
  28. 28
    MCQ1 mark

    ‘ચાંદલિયો' લોકગીતમાં કાવ્યનાયિકાએ ‘જેઠ’ને કોની ઉપમા આપી છે ?

    • A.મોગરાની
    • B.ચાંપલિયાનીCorrect
    • C.ગુલાબની
    • D.મોરલાની
  29. 29
    MCQ1 mark

    કવિશ્રી ‘બરકત વીરાણી’ નું તખલ્લુસ નામ જણાવો.

    • A.બે દિલ
    • B.બેફામCorrect
    • C.આદિલ
    • D.શૂન્ય
  30. 30
    MCQ1 mark

    ‘હાઈકુ’ પ્રકારનું કાવ્ય કેટલી પંક્તિનું હોય છે ?

    • A.પાંચ
    • B.સાત
    • C.સત્તર
    • D.ત્રણCorrect
  31. 31
    MCQ1 mark

    નીચે આપેલ શબ્દમાંથી સાચી જોડણી ધરાવતો શબ્દ અલગ તારવો.

    • A.નિરામિષCorrect
    • B.નિર આમિષ
    • C.નિરામીષ
    • D.નિરામીસ
  32. 32
    MCQ1 mark

    નીચેના શબ્દો પૈકી કયો શબ્દ ખોટી જોડણી દર્શાવે છે ?

    • A.દુષ્પ્રાપ્ય
    • B.નિઃશુલ્ક
    • C.વિખ્યાત
    • D.વીકેન્દ્રિતCorrect
  33. 33
    MCQ1 mark

    ‘અંગરક્ષક’ શબ્દના સાચા ધ્વનિ ઘટક ઓળખો.

    • A.અં+ગ્ + અ + ર્ + અ + ક્ + સ્+અ+ક્Correct
    • B.અં + ગ + અ + ર્ + સ્ + ક્ + અ
    • C.અ + ગ્ + અ + ર + અ + ક્ + સ્ + અ + ક્
    • D.અં+ગ + ૨ + ક્ષ + ક
  34. 34
    MCQ1 mark

    સંધિના નિયમ મુજબ ‘ અન્વેષણા’ શબ્દની સાચી રીતે છોડેલી સંધિ ઓળખો.

    • A.અનુ + એષણાCorrect
    • B.અનુ + ઐષણા
    • C.અન + વૈષ્ણા
    • D.અન + એષણા
  35. 35
    MCQ1 mark

    નીચેના વિકલ્પોમાંથી કયા વિકલ્પની સંધિ ખોટી રીતે થઈ છે ? તે શોધો.

    • A.નર + ઈન્દ્ર = નરેન્દ્ર
    • B.પ્ર + અર્થના = પ્રાર્થના
    • C.વિ + અસન = વ્યસન
    • D.અધ્ય + અક્ષ = અધ્યક્ષCorrect
  36. 36
    MCQ1 mark

    પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે વિભક્તિના પ્રત્યયો મૂકી શબ્દને છુટ્ટા પાડતાં કયો સમાસ બનશે ?

    • A.દ્વન્દ્વ સમાસ
    • B.તત્પુરુષ સમાસCorrect
    • C.મધ્યમલોપી સમાસ
    • D.બહુવ્રીહિ સમાસ
  37. 37
    MCQ1 mark

    નીચેના વાક્યોમાંથી કયા વાક્યમાં દ્વિગુ સમાસ રહેલો છે તે શોધો. (સમાસને રેખાંકિત કરેલા છે)

    • A.યતીન અને જતીન જકાતનાકે ઊભા હતા.
    • B.પંચવટી એ પ્રકૃતિનું ધામ છે.Correct
    • C.રેખાબેનની જીવનશૈલિ અનોખી છે.
    • D.વિવિધલક્ષી શાળા સૌને ગમે છે.
  38. 38
    MCQ1 mark

    નીચેના વાક્યમાંથી રેખાંક્તિ – ક્રિયા વિશેષણનો પ્રકાર જણાવો. – આસાનીથી મેળવેલા ધનની કિંમત સમજાતી નથી.

    • A.રીતવાચકCorrect
    • B.સ્થળવાચક.
    • C.સમયવાચક
    • D.પરિણામવાચક
  39. 39
    MCQ1 mark

    અંજલિ વાત કરે છે. – કર્મણિ વાક્ય શોધો.

    • A.અંજલિથી વાત કરાય છે.Correct
    • B.અંજલિ વાત કરશે.
    • C.અંજલિ વાત કરવાની છે.
    • D.અંજલિ વાત કરશે નહીં.
  40. 40
    MCQ1 mark

    ‘વિરાટ મનીષાને અભિનંદ આપે છે.’ – ભાવે વાક્ય બનાવો.

    • A.વિરાટ વડે મનીષાને અભિનંદન અપાય છે.Correct
    • B.વિરાટ મનીષાને અભિનંદન આપશે.
    • C.વિરાટે મનીષાને અભિનંદન આપ્યા.
    • D.વિરાટે મનીષાને અભિનંદન આપ્યા હતા.
  41. 41
    MCQ1 mark

    જ્યારે એક જ શબ્દના એકથી વધુ અર્થ થતા હોય અને તેને કારણે ચમત્કૃતિજન્ય અર્થ સૌંદર્ય નીપજતું હોય તેવા અલંકારને ........... અલંકાર કહેવાય છે.

    • A.ઉપમા અલંકાર
    • B.શ્લેષ અલંકારCorrect
    • C.અનન્વય અલંકાર
    • D.સજીવારોપણ અલંકાર
  42. 42
    MCQ1 mark

    અનન્વય અલંકારનું ઉદાહરણ શોધીને લખો.

    • A.જાદવ સ્ત્રી તાળી દઈને હસે.
    • B.દમયંતીની આંખ જાણે બે અંગાર
    • C.મનેખ જેવા મનેખનેય કપરો કાળ આવ્યો છે.Correct
    • D.ચાતક, ચકવા, ચતુરનર પ્રતિદિન ફરે ઉદાસ
  43. 43
    MCQ1 mark

    ‘એક સાથે જેમાં ઘણા દીવા રાખી શકાય તેવું કાચનું શુશોભન – શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.

    • A.શીશદાની
    • B.શીશમહેલ
    • C.ઝુમ્મરCorrect
    • D.ટ્યુબ લાઈટ
  44. 44
    MCQ1 mark

    ‘‘મનના મેલા હોવું'' – રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.

    • A.મનને મેલ લાગવો.
    • B.મન મલિન થઈ જવું.
    • C.મનને સાફ ન રાખવું.
    • D.ખરાબ દાનતના હોવું.Correct
  45. 45
    MCQ1 mark

    કહેવતનો સાચો અર્થ લખો: ‘બોડીને તાં વળી કાંહકી કેવી ? ’’

    • A.માથે વાળ ન હોય તેની પાસે કાંસકી ન હોવી.
    • B.રેંકની પાસે વાળ ઓળવા કાંસકી ક્યાંથી હોય ?
    • C.કાંસકી ખરીદવા પૈસા ક્યાંથી કાઢવા ?
    • D.જેની પાસે ખાવાનું ન હોય તેની પાસે સાધન ક્યાંથી ?Correct
  46. 46
    LONG ANSWER1 mark

    સાચા સમાનાર્થી શબ્દો શોધી યોગ્ય જોડકાં જોડી સાચો વિકલ્પ શોધો.

    (અ) શબ્દ(બ) સમાનાર્થી
    1) મેહ(a) દીવો, દીપ
    2) નેહ(b) સોનું, સુવર્ણ
    3) કંચન(c) હેત, સ્નેહ
    4) દીપક(d) વરસાદ, મેઘ

    Answer

    1-d, 2-c, 3-b, 4-a
  47. 47
    MCQ1 mark

    ‘પરહિત’ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો.

    • A.સ્વબળ
    • B.સ્વેચ્છા
    • C.સ્વહિતCorrect
    • D.પારકાનું હિત
  48. 48
    MCQ1 mark

    ‘ભાળ’ – તળપદા શબ્દનું માન્ય શિષ્ટ રૂપ આપો.

    • A.પત્તો, ખબરCorrect
    • B.ભાળવું
    • C.ભાત
    • D.કપાળ
  49. 49
    MCQ1 mark

    ‘કૂંચી’ શબ્દનો અર્થ જણાવો.

    • A.ચાવીCorrect
    • B.ભંડાર
    • C.ધાસ
    • D.મહોલ્લો
  50. 50
    MCQ1 mark

    ‘પરીણિત’ શબ્દને કયો પ્રત્યય લાગ્યો છે ?

    • A.પૂર્વ અને પરપ્રત્યય બંને
    • B.પર પ્રત્યયCorrect
    • C.એક પણ નહિ
    • D.પૂર્વ પ્રત્યય
  51. 51
    LONG ANSWER4 marks

    વિભાગ - A નીચેના પ્રશ્નોના દસ-બાર વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો.

    1. રાતો ચોપડો ફાડી નાખવા બદલ લેખકનું મનોમંથન કેવું હતું તે વર્ણવો. અથવા આરોગ્ય અંગે લેખક ગુણવંત શાહે સૂચવેલા જાગૃતિનાં પગલાં જણાવો.

    Answer

    ચોપડાની ઈન્દ્રજાળ પાઠમાં લેખક જીવલાની ગરીબી અને લાચારી જોઈને દ્રવી ઉઠે છે. વ્યાજનું વ્યાજ ચડીને જે રકમ ઊભી થઈ હતી તે ક્યારેય ચુકવાય તેવી નહોતી. લેખકને થયું કે આ કાળી મજૂરી કરનાર જીવલો કાયમ લેણદાર રહેશે. તેથી માનવતાના નાતે તેમણે ચોપડો ફાડી નાખ્યો.
  52. 52
    SHORT ANSWER2 marks

    નીચેના પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યોમાં ઉત્તર લખો. 2) ‘‘બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું'' વિનુકાકાના આ વાક્યનો ગૂઢાર્થ સમજાવો.

    Answer

    આ વાક્ય દ્વારા વિનુકાકા માત્ર સમયની વાત નથી કરતા પણ અંકિતને જે રેસના ઘોડાની જેમ દોડાવવા માંગતા હતા તેમાં અંકિત પાછળ રહી ગયો અને સંસ્કારો તથા પારિવારિક સંબંધોમાં અંકિત આગળ નીકળી ગયો, એ વાતનો અફસોસ વ્યક્ત થાય છે.
  53. 53
    SHORT ANSWER2 marks
    1. કૃષ્ણ અને કિસનના જન્મમાં શો તફાવત છે ?

    Answer

    કૃષ્ણનો જન્મ કારાગારમાં થયો છતાં ત્યાં ઉત્સવ જેવું વાતાવરણ હતું, જ્યારે કિસનનો જન્મ ગરીબ ઝૂંપડામાં થયો જ્યાં ભૂખ અને લાચારી હતી. કૃષ્ણને નંદબાબાને ત્યાં વૈભવ મળ્યો, જ્યારે કિસનનું ભવિષ્ય ભીખ માંગવામાં હતું.
  54. 54
    LONG ANSWER3 marks

    નીચે આપેલા પ્રશ્નોના આઠ-દ્દસ વાક્યોમાં મુદ્દાસર જવાબ લખો. 4) ‘દિવસો જુદાઈના જાય છે' ગઝલમાં ગનીની મનઃ સ્થિતિ તમારા શબ્દોમાં વર્ણવો.

    Answer

    ગની દહીંવાલાની આ ગઝલમાં વિરહની વેદના અને મિલનની આશાનું સુંદર મિશ્રણ છે. કવિ માને છે કે અત્યારે ભલે જુદાઈ છે પણ એક દિવસ એવો આવશે જ્યારે તેઓ પ્રિયપાત્રને મળશે. તેઓ પોતાની આંતરિક વેદનાને દુનિયા સામે લાવવા નથી માંગતા.
  55. 55
    SHORT ANSWER2 marks

    નીચે આપેલા પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યોમાં ઉત્તર લખો. 5) ‘શીલવંત સાધુને’ કાવ્યની કવયિત્રી વારંવાર નમવાનું શા માટે કહે છે ?

    Answer

    શીલવંત સાધુ ચારિત્ર્યવાન હોય છે, જેમના ચિત્તની વૃત્તિ નિર્મળ હોય છે. તેમના પર પરમાત્માની કૃપા હોય છે. આવા આદર્શ સાધુના સંગથી જીવન સુધરે છે, તેથી ગંગાસતી તેમને વારંવાર નમવાનું કહે છે.
  56. 56
    SHORT ANSWER2 marks
    1. ‘દીકરી’ કાવ્યમાં ‘સૂર શરણાઈ, સગાસંબંધીઓની ભીડમાં, ભીની પલક’ શબ્દો શું સૂચવે છે ?

    Answer

    આ શબ્દો દીકરીના લગ્ન પ્રસંગ અને તેની વિદાયની વેદના સૂચવે છે. જ્યારે લગ્નની શરણાઈ વાગે છે ત્યારે કવિને પોતાની વહાલી દીકરીની યાદ આવે છે અને સગા-સંબંધીઓની ભીડમાં પણ તેઓ દીકરીના વિરહમાં આંસુ સારે છે.
  57. 57
    LONG ANSWER5 marks

    વિભાગ –B નીચે આપેલા ગદ્યખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો. 7) પ્રત્યેક નાના મોટા વિદ્યાર્થીએ લાયબ્રેરીનું વ્યસન પાડવા જેવું છે. વિદ્યાર્થી તરીકે દિવ્યાસંગ કેળવવો હિતાવહ છે. લાયબ્રેરીની નિયમિત મુલાકાત લઈને એકાદ-બે કલાક ત્યાંના શાંત, પવિત્ર અને પ્રેરણા સભર વાતાવરણમાં ગાળવાથી તમને જે અભ્યાસ પ્રેરણા જાગે છે, તે અપાર છે. પુસ્તકો, સામયિકો, સંદર્ભગ્રંથો વગેરે જિજ્ઞાશા ખાતર વાંચો, તેનો લાભ જરૂર મળવાનો છે. અરે, કેવળ કુતૂહલવશ થઈને પણ લાયબ્રેરીમાં આ મેગેઝિનોનાં પાનાં ઉથલાવશો તો ય તમને નવા વિચારો, નવી દષ્ટિ, વિશેષ માહિતી લાઘશે, જે તમારા જ્ઞાન અને સમજમાં વધારો કરશે અને જો તમે કોઈ વિશિષ્ટ બાબતની માહિતી મેળવવા કે નિશ્ચિત મુદ્દાઓ પર અભ્યાસ કરવા ઈચ્છતા હો તો, તમારું લાયબ્રેરી–વ્યસન ચુસ્ત અને અતૂટ હોવું ઘટે.

    Answer

    શીર્ષક: પુસ્તકાલયનું મહત્ત્વ અથવા લાયબ્રેરીનું વ્યસન. સંક્ષેપ: દરેક વિદ્યાર્થીએ પુસ્તકાલયમાં જવાનું વ્યસન કેળવવું જોઈએ. ત્યાંના શાંત વાતાવરણમાં વિવિધ પુસ્તકો અને સામયિકો વાંચવાથી જ્ઞાન, સમજ અને નવી દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. ચોક્કસ વિષયના ઊંડા અભ્યાસ માટે પુસ્તકાલય સાથેનો નાતો અતૂટ હોવો જરૂરી છે.
  58. 58
    LONG ANSWER5 marks

    નીચે આપેલી પંક્તિઓનો આશરે પંદર વાક્યોમાં અર્થવિસ્તાર કરો. 8) ‘કાયા છે માટી સમી, ઘડિયે તેમ ઘડાય, કંચન એ ત્યારે બને, જેમ કસોટી થાય. '' અથવા આવ નહીં, આદર નહીં, નહીં નયનોમાં નેહ, તે ઘર કદી નવ જઈએ, ભલે કંચન વરસે મેહ.

    Answer

    અર્થવિસ્તાર: પ્રથમ પંક્તિમાં શરીર અને સંસ્કારોની વાત છે. જેમ માટીને ઘાટ આપી શકાય છે તેમ નાનપણથી શરીર અને મનને યોગ્ય કેળવણી આપવી જોઈએ. સોનાને શુદ્ધ કરવા જેમ તપાવવું પડે તેમ માણસે પણ મુશ્કેલીઓ વેઠીને શ્રેષ્ઠ બનવું જોઈએ. / બીજી પંક્તિમાં સ્વાભિમાનનું મહત્વ છે. જ્યાં માન-સન્માન ન હોય ત્યાં ગમે તેટલી સંપત્તિ હોય તો પણ જવું જોઈએ નહીં.
  59. 59
    LONG ANSWER5 marks

    વિભાગ – C 9) તમારી નાની બહેનને ‘ખેલ મહાકુંભ’ સ્પર્ધામાં ‘કબ્બડી’ વિભાગમાં પ્રથમ ઈનામ મળ્યું છે. તો અભિનંદન આપતો પત્ર લખો. (પત્રમાં તમારું નામ, સરનામુ કે સહીનો ઉલ્લેખ કરવો નહીં)

    Answer

    પત્ર લેખન: જમણી બાજુ સરનામું (અ, બ, ક). સંબોધન: વહાલી બહેન... પત્રની વિગત: તારા ખેલ મહાકુંભના વિજયના સમાચાર સાંભળી ખૂબ આનંદ થયો. તારી મહેનત રંગ લાવી. કબ્બડી જેવી રમત માં તે પ્રથમ સ્થાન મેળવી કુટુંબનું નામ રોશન કર્યું છે. અભિનંદન. લિ. તારો ભાઈ.
  60. 60
    LONG ANSWER5 marks
    1. અતિવૃષ્ટિને કારણે સર્જાયેલી તારાજી અને જાનહાનિનો અહેવાલ આશરે એકસો(100) શબ્દોમાં લખો.

    Answer

    અહેવાલ લેખન: શીર્ષક: અતિવૃષ્ટિની ભયાનક તારાજી. સ્થળ અને તારીખ. વિગત: છેલ્લા ત્રણ દિવસથી પડેલા ભારે વરસાદને કારણે આખું શહેર જળબંબાકાર થઈ ગયું છે. નદીઓના પૂર રહેણાંક વિસ્તારોમાં ઘૂસી ગયા છે. અનેક કાચા મકાનો પડી ગયા છે અને પશુઓના મૃત્યુ થયા છે. સરકાર દ્વારા બચાવ કામગીરી ચાલુ છે.
  61. 61
    SHORT ANSWER1 mark

    વિભાગ – D નીચેનો ગદ્યાંશ વાંચીને, તેની નીચે પૂછેલા પ્રશ્નોના ઉત્તર લખો.

    વિદ્યા મેળવવાનો આધાર કેવળ વિદ્યાલય પર જ નથી હોતો, મુખ્યત્વે કરીને વિદ્યાર્થી ઉપર જ હોય છે. ઘણા વિદ્યાર્થીઓ વિદ્યાલયમાં જાય છે એટલું જ નહિ ઉપાધિ પણ મેળવે છે. છતાં વિદ્યા પામતા નથી. તેજ પ્રમાણે તીર્થ કરવા તો ઘણા જાય છે. પણ તીર્થનું સાચું ફળ બધા મેળવી શકતા નથી. જેઓ જોવાની વસ્તુ જુએ નહિ, મેળવવાની વસ્તુ લે નહિ તેમની વિદ્યા આખર સુધી પોથીમાં જ રહે છે અને ધર્મ બ્રાહ્ય આચરણમાં પુરાઈ રહે છે ખરા પણ જવાને તેઓ પુણ્ય માને છે પામવાને નહિ. તેઓ અમુક જળ અથવા અમુક માટીમાં કોઈ વિશેષ ગુણ રહેલો છે.એથી માણસનું લક્ષ ભ્રષ્ટ થાય છે. આખા દેશમાં સાધનામાર્જિત, ચિત્તશક્તિ જેમ-જેમ મલિન થતી ગઈ તેમ-તેમ આ નિરર્થક બ્રાહ્યતા વધતી ગઈ તે વાત કબૂલ કરવી જ પડશે. – રવીન્દ્રનાથ ટાગોર

    1. તીર્થમાં જનાર બધા કેમ સાચું ફળ મેળવી શકતા નથી ?

    Answer

    કારણ કે તેઓ જોવાની વસ્તુ જોતા નથી અને મેળવવાની વસ્તુ લેતા નથી, તેઓ માત્ર બાહ્ય ક્રિયામાં જ રાચે છે.
  62. 62
    SHORT ANSWER1 mark

    વિદ્યા મેળવવાનો આધાર કેવળ વિદ્યાલય પર જ નથી હોતો, મુખ્યત્વે કરીને વિદ્યાર્થી ઉપર જ હોય છે. ઘણા વિદ્યાર્થીઓ વિદ્યાલયમાં જાય છે એટલું જ નહિ ઉપાધિ પણ મેળવે છે. છતાં વિદ્યા પામતા નથી. તેજ પ્રમાણે તીર્થ કરવા તો ઘણા જાય છે. પણ તીર્થનું સાચું ફળ બધા મેળવી શકતા નથી. જેઓ જોવાની વસ્તુ જુએ નહિ, મેળવવાની વસ્તુ લે નહિ તેમની વિદ્યા આખર સુધી પોથીમાં જ રહે છે અને ધર્મ બ્રાહ્ય આચરણમાં પુરાઈ રહે છે ખરા પણ જવાને તેઓ પુણ્ય માને છે પામવાને નહિ. તેઓ અમુક જળ અથવા અમુક માટીમાં કોઈ વિશેષ ગુણ રહેલો છે.એથી માણસનું લક્ષ ભ્રષ્ટ થાય છે. આખા દેશમાં સાધનામાર્જિત, ચિત્તશક્તિ જેમ-જેમ મલિન થતી ગઈ તેમ-તેમ આ નિરર્થક બ્રાહ્યતા વધતી ગઈ તે વાત કબૂલ કરવી જ પડશે. – રવીન્દ્રનાથ ટાગોર

    1. સાચા અર્થમાં વિદ્યા પ્રાપ્ત ન કરનાર માટે ટાગોરે શું કહ્યું છે ?

    Answer

    ટાગોરે કહ્યું છે કે તેમની વિદ્યા આખર સુધી પોથીમાં જ રહે છે અને તેમનું લક્ષ ભ્રષ્ટ થાય છે.
  63. 63
    SHORT ANSWER1 mark

    વિદ્યા મેળવવાનો આધાર કેવળ વિદ્યાલય પર જ નથી હોતો, મુખ્યત્વે કરીને વિદ્યાર્થી ઉપર જ હોય છે. ઘણા વિદ્યાર્થીઓ વિદ્યાલયમાં જાય છે એટલું જ નહિ ઉપાધિ પણ મેળવે છે. છતાં વિદ્યા પામતા નથી. તેજ પ્રમાણે તીર્થ કરવા તો ઘણા જાય છે. પણ તીર્થનું સાચું ફળ બધા મેળવી શકતા નથી. જેઓ જોવાની વસ્તુ જુએ નહિ, મેળવવાની વસ્તુ લે નહિ તેમની વિદ્યા આખર સુધી પોથીમાં જ રહે છે અને ધર્મ બ્રાહ્ય આચરણમાં પુરાઈ રહે છે ખરા પણ જવાને તેઓ પુણ્ય માને છે પામવાને નહિ. તેઓ અમુક જળ અથવા અમુક માટીમાં કોઈ વિશેષ ગુણ રહેલો છે.એથી માણસનું લક્ષ ભ્રષ્ટ થાય છે. આખા દેશમાં સાધનામાર્જિત, ચિત્તશક્તિ જેમ-જેમ મલિન થતી ગઈ તેમ-તેમ આ નિરર્થક બ્રાહ્યતા વધતી ગઈ તે વાત કબૂલ કરવી જ પડશે. – રવીન્દ્રનાથ ટાગોર

    1. ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો.

    Answer

    શીર્ષક: વિદ્યા અને સાધનાનું મહત્વ.
  64. 64
    SHORT ANSWER1 mark

    નીચેનું કાવ્ય વાંચી, તેની નીચે પૂછેલા પ્રશ્નોના ઉત્તર લખો.

    જીવન આ પાર વિનાની કેવી છે જંજાળ ! એક પતે ત્યાં અનેક જાગે ઝંખનાઓની જાળ. સમદરને પણ આરો છે જ્યાં શમતી જલની માળ, શિખર સહુ પર્વત કેરાં અટકે નભ વચાળ. પણ મન તૃષ્ણાની આ અવિરત ઊમટે હાર, મન છે મારું – પણ એ પાસે હું જ બનું લાચાર ! અતૃપ્તિના દાવાનળની કેમ ઠારવી ઝાળ ? કેમ પામવું જીવતરને આ કોઈ આપશો ભાળ ? – ગીતા પરીખ

    1. કવયિત્રીના મતે જીવનની જંજાળ કેવી છે ?

    Answer

    જીવનની જંજાળ પાર વિનાની છે, જ્યાં એક ઈચ્છા પૂરી થાય ત્યાં બીજી અનેક ઝંખનાઓ જાગે છે.
  65. 65
    SHORT ANSWER1 mark

    જીવન આ પાર વિનાની કેવી છે જંજાળ ! ... (તમામ પંક્તિઓ) ... કોઈ આપશો ભાળ ? – ગીતા પરીખ

    1. કવયિત્રી સમદર અને શિખરના દષ્ટાંત દ્વારા શું કહેવા માગે છે ?

    Answer

    કવયિત્રી કહે છે કે સમુદ્રને કિનારો છે અને પર્વતના શિખરો આકાશમાં અટકે છે, એટલે કે કુદરતમાં બધું મર્યાદિત છે, પણ માણસની તૃષ્ણા અમર્યાદિત છે.
  66. 66
    SHORT ANSWER1 mark

    જીવન આ પાર વિનાની કેવી છે જંજાળ ! ... (તમામ પંક્તિઓ) ... કોઈ આપશો ભાળ ? – ગીતા પરીખ

    1. આ કાવ્યમાં મન કેમ લાચાર બની જાય છે ?

    Answer

    કારણ કે મનમાં તૃષ્ણાઓની અવિરત હાર ઊમટે છે અને માણસ પોતાની ઈચ્છાઓ પર કાબૂ રાખી શકતો નથી.
  67. 67
    SHORT ANSWER1 mark

    જીવન આ પાર વિનાની કેવી છે જંજાળ ! ... (તમામ પંક્તિઓ) ... કોઈ આપશો ભાળ ? – ગીતા પરીખ

    1. કવયિત્રી ગીતા પરીખની મૂંજવણ જણાવો.

    Answer

    કવયિત્રીની મુંઝવણ એ છે કે અતૃપ્તિના દાવાનળને કેવી રીતે શાંત કરવો અને સાચું જીવતર કેવી રીતે જીવવું.
  68. 68
    LONG ANSWER8 marks

    ગમે તે એક વિષય પર આપેલા મુદ્દા આધારિત બસો પચાસ (250) શબ્દોમાં નિબંધ લખો. 18) દીકરી ઘરની દીવડી મુદ્દા – પ્રસ્તાવના – દીકરીનો અવતાર – દીકરા - દીકરીમાં ભેદ – દીકરીઓ પ્રત્યે બદલાતું સમાજનું વલણ – દીકરીઓને અપાતા હક – વિવિધ ક્ષેત્રે દીકરીઓનું પ્રદાન – ઉપસંહાર અથવા માતૃભાષાનું મહત્ત્વ અથવા પ્રવાસનું મહત્ત્વ

    Answer

    નિબંધ: દીકરી ઘરની દીવડી. પ્રસ્તાવનામાં દીકરીના જન્મનું મહત્વ. દીકરી બે કુળને તારે છે. આધુનિક સમયમાં સ્ત્રી શિક્ષણ અને સ્ત્રી પુરુષ સમાનતા. વિવિધ ક્ષેત્રે જેમ કે અવકાશ, રમતગમત અને રાજકારણમાં દીકરીઓનું યોગદાન. ઉપસંહાર: બેટી બચાવો, બેટી પઢાવો.
Gujarati New Course (2018) — Practice — Pratikriya